Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Mother and daughter die in hit-and-run accident in Vadodara

વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના, માતા પુત્રીને ડમ્પર ચાલકે અડફેટે લેતા કમકમાટીભર્યું મોત

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2025
લાઇવ ટીવીGoogle News
વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના, માતા પુત્રીને ડમ્પર ચાલકે અડફેટે લેતા કમકમાટીભર્યું મોત

વડોદરાના વાઘોડિયા તાલુકામાં માળોધર રોડ પર હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. ડમ્પરે એક્ટીવાને અડફેટે લેતા એક્ટિવા સવાર માતા-દીકરી ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં 12 વર્ષીય દીકરી કાવ્યા પટેલએ જીવ ગુમાવ્યો છે. અકસ્માતની આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જયારે ડમ્પરચાલક અકસ્માત સર્જી ફરાર થઇ જતા વાઘોડિયા પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના 27, માર્ચના રોજ બની છે, જેમાં શુક્રવારે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

App Store

વડોદરામાં ફરી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયાના માળોધર રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લીધા હતા. હિટ એન્ડ રનની આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે. 
 
અકસ્માતની ઘટના CCTVમાં કેદ થતા તેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ચાલક પૂરપાટ ઝડપે ડમ્પર ચલાવી રહ્યો હતો અને માતા-પુત્રીને અડફેટે લીધા હતા. આ ઘટના મામલે મૃતક કાવ્યાના પિતા  દુબઇ રહેતા હોય ઘટનાની જાણ કરાઇ છે. હિટ એન્ડ રનના બનાવોની વણઝારો બાદ પણ વાહનોની સ્પીડ ઘટી રહી નથી.

અકસ્માતની ઘટના CCTVમાં કેદ થવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચાલક પૂરપાટ ઝડપે ડમ્પર ચલાવી રહ્યો હતો અને માતા-પુત્રીને અડફેટે લીધા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજ ધ્રુજાવી દે તેવા છે.

ટોપિક્સ:accidentCCTV