Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Late night brawl between drivers near Nyaya Mandir,

Vadodara: ન્યાય મંદિર નજીક મોડી રાત્રે વાહન ચાલકો વચ્ચે બબાલ, પોલીસની સતર્કતાથી કોમી ભડકો ટળ્યો

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તાર નજીક દૂધવાળા મહોલ્લામાં મોડી રાત્રે વાહન ચાલકો વચ્ચે મોટી બબાલ થઇ હતી. આ ઘટનાએ ટૂંક સમયમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની વિગતો અનુસાર, ટ્રાફિકને કારણે એક વાહન રસ્તા પર ઉભું રહી ગયું હતું. આ દરમિયાન પાછળથી આવતા અન્ય વાહનચાલકે સતત હોર્ન વગાડીને આગળના વાહનચાલક સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી ઝડપથી મગજમારીમાં ફેરવાઈ ગઈ, અને પાછળના વાહનચાલકે ઉતરીને આગળના વાહનચાલક પર હુમલો કર્યો હતો.

App Store

આ ઘટનાને પગલે નજીકના દૂધવાળા મહોલ્લામાંથી કેટલાક લોકો બહાર દોડી આવ્યા, જેના કારણે માહોલ વધુ તંગ બન્યો. ટોળું ભેગું થઈને મારામારીના ઇરાદે રસ્તા પર દોડી આવ્યું હતું, જેનાથી સ્થિતિ વધુ વિકરાળ બનવાની શક્યતા ઊભી થઈ હતી. જોકે, રાવપુરા પોલીસની ઝડપી અને સતર્ક કાર્યવાહીને કારણે ઘટના કોમી ભડકામાં ફેરવાતા અટકાવી શકાઈ.