VIDEO: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં કિસિંગ વીડિયો વાયરલ, શિક્ષણધામ શર્મસાર
સોર્સ : gstv
સંસ્કારી નગરી વડોદરાની પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના એક ખાલી વર્ગખંડમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની અશ્લીલ હરકત કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પાછળ બેઠેલી એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો છૂપી રીતે ઉતારી લીધો હતો. વાલીઓ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારે ફી ભરીને આવી નામાંકિત કોલેજોમાં મોકલે છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ મા-બાપ અને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્ગખંડને એકાંત માણવાનું સ્થળ બનાવી દે છે, જે અત્યંત શરમજનક બાબત છે. નોંધનીય છે કે ઓક્ટોબર 2025માં પણ આવી જ ઘટના બનતા મોટો વિવાદ સર્જાયો હતો. આ વાયરલ વીડિયો સાથે GSTVને કોઈ લેવાદેવા નથી.

