VIDEO: ખોડિયારનગરમાં રિવર્સ લેતી વખતે પિતાની નજર સામે જ ૩ વર્ષના માસૂમનું મોત
સોર્સ : gstv
વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ શ્રીગ્રીલ ફ્લેટમાં હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ગત રાત્રે મનોજભાઈ પોતાના ૩ વર્ષના માસૂમ દીકરા જોય સોલંકીને ફ્લેટના પાર્કિંગ એરિયામાં રમાડી રહ્યા હતા. આ સમયે જ ફ્લેટમાં રહેતા પડોશી કાર ચાલક વિપુલભાઈ પોતાની કાર બહાર કાઢવા માટે રિવર્સ લઈ રહ્યા હતા. કાર ચાલકની ઘોર બેદરકારીના કારણે કાર રમતા માસૂમ જોય પર ફરી વળી હતી. પિતાની નજર સામે જ સર્જાયેલા અકસ્માત બાદ પિતા તાત્કાલિક બાળકને લઈને હોસ્પિટલ દોડ્યા હતા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક વિપુલ પોતાના પરિવાર સાથે સ્થળ પરથી ગાયબ થઈ ગયો હતો. ૩ વર્ષના એકના એક માસૂમ બાળકે જીવ ગુમાવતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે અને પરિવારે કડક ન્યાયની માંગ કરી છે.

