VIDEO: વડોદરા ગોત્રી સિવિલમાં બેદરકારી ઓપરેશન થિયેટરની લિફ્ટ ૬ કલાક બંધ
સોર્સ : gstv
વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા દર્દીઓ ભારે હાલાકીનો ભોગ બન્યા છે. હોસ્પિટલના ઓપરેશન થિયેટર પાસે આવેલી મહત્વની લિફ્ટ સતત ૬ કલાકથી વધુ સમય સુધી બંધ પડી રહી હતી, જેના કારણે સર્જરી બાદ વોર્ડમાં ખસેડાતા ગંભીર દર્દીઓ અને તેમના સગાઓ અધવચ્ચે જ અટવાઈ પડ્યા હતા. આક્ષેપો મુજબ, હોસ્પિટલના મેન્ટેનન્સ અને PIU વિભાગના કોન્ટ્રાક્ટરની લાપરવાહીને લીધે લાંબા સમય સુધી લિફ્ટનું સમારકામ કરવામાં આવ્યું નહોતું. આ સમગ્ર કિસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને વહીવટી મેનેજમેન્ટની કામગીરી સામે પ્રજામાં તીખા સવાલો ઊભા થયા છે.

