VIDEO: વડોદરા: લોકાર્પણ પહેલાં જ ₹૧૧ કરોડનો સાયકલ ટ્રેક બિસ્માર; કામગીરી સામે સવાલો
સોર્સ : GSTV
વડોદરા મહાનગરપાલિકા દ્વારા અંદાજે ૧૧ કરોડના ખર્ચે તૈયાર કરાયેલો સાયકલ ટ્રેક લોકાર્પણ થાય તે પહેલાં જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. સામાન્ય વરસાદમાં જ ટ્રેક બેસી જવાની અને નજીકના પેવર બ્લોક ઉખડી જવાની ઘટનાઓ સામે આવી છે. એટલું જ નહીં, ટ્રેક પાસે આવેલા બ્રિજની આસપાસ પણ નુકસાન જોવા મળ્યું છે. આ પ્રોજેક્ટમાં સરકારી ભંડોળ ઉપરાંત ખાનગી સંસ્થાઓએ પણ આર્થિક સહાય આપી હતી. કરોડો રૂપિયાના ધુમાડા કર્યા બાદ પણ નબળી ગુણવત્તાના કારણે લોકો તંત્ર અને ભ્રષ્ટાચાર સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.

