VIDEO: Vadodaraમાં પ્રેમ પ્રકરણને લઈ યુવક ટેરેસ પર ચઢી ગયો, ભારે સમજાવટ બાદ યુવકને નીચે ઉતારવામાં મળી સફળતા
સોર્સ : gstv
વડોદરામાં પ્રેમ પ્રકરણને લઈને એક યુવકે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો છે. દરબાર ચોકડી નજીક માતૃકા કોમ્પ્લેક્સમાં યુવક સાતમા માળની ટેરેસ પર ચઢી ગયો, જેને કારણે વિસ્તારમાં ભારે હંગામો મચ્યો અને લોકોની ભીડ એકઠી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા લગભગ એક કલાક સુધી યુવકને સમજાવવાનો પ્રયાસ બાદ અંતે યુવકને સલામત રીતે નીચે ઉતારવામાં સફળતા મળી છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને બાદમાં યુવકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે.

