VIDEO / વડોદરા: પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગરની દાદાગીરી, 112 જન રક્ષકની હાજરીમાં જ કર્યો 3 લોકો પર હુમલો!
સોર્સ : gstv
વડોદરાના કરજણ સ્થિત રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગરની દાદાગીરી સામે આવી છે. ગોડાઉન ખાલી કરવાના અને ભાડા કરારના વિવાદમાં કલ્પેશ ડાંગર અને તેના સાગરીતોએ સોલાર કંપનીના ગાર્ડ સહિત ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોએ આક્ષેપ કર્યો છે કે ૧૧૨ જન રક્ષકની હાજરીમાં જ માર મારવામાં આવ્યો અને હવામાં ફાયરિંગ પણ કરાયું હતું. કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉનના ભાડા કરારના મામલે બબાલ થઈ હતી. ત્યારે ઈજાગ્રસ્ત કર્મચારી સારવાર કરાવી ફરાર થઈ ગયો અને કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. ભરત ડાંગર અને તેના ભાઈઓ અગાઉ પણ ચર્ચામા આવી ચૂક્યા છે.

