Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Housewives' budgets disrupted as oil prices skyrocket in Hathikhana market

VIDEO: Vadodara / હાથીખાના બજારમાં તેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વૈશ્વિક યુદ્ધની જ્વાળાઓ હવે સામાન્ય જનતાના રસોડા સુધી પહોંચી છે. ઈરાન-અમેરિકા સંઘર્ષના કારણે ખાદ્યતેલના ભાવમાં ડબ્બે 200 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. વડોદરાના હાથીખાના બજારમાં તેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. પામોલિન તેલ 2400 રૂપિયા અને કપાસિયા તેલ 2500 પર પહોંચ્યું છે, જ્યારે સીંગતેલનો ડબ્બો હવે 3050 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે.  

App Store

ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો 

વૈશ્વિક સ્તરે ચાલતા યુદ્ધને લઈને હવે તેની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે. રસોડાના રાજા ગણાતા ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. જેને લઈને હવે સામાન્ય માણસને તેલ ખરીદવું પણ દુષ્કર બન્યું છે. વડોદરાના હાથીખાના અનાજ કરિયાણા બજારની હાલત કફોડી થઈ ગઈ છે, હાલ સીંગતેલ ભરવાની સીઝન છે પરંતુ ઈરાન અમેરિકા વોરને કારણે ડબ્બે 200નો વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ રહ્યા છે.

ભાવમાં કેટલો થયો વધારો?

તેલના ભાવ વધારાની વિગતો જોઈએ તો તમામ તેલના ડબ્બા પર સીધો ₹200નો વધારો જોવા મળ્યો છે. બજારમાં મળતું પામોલિન તેલ ₹2200થી વધીને સીધું ₹2400 પર પહોંચ્યું છે. તો વળી કપાસિયા તેલના ડબ્બાનો નવો ભાવ ₹2500 નોંધાયો હતો. સૌથી વધુ ખાવામાં ઉપયોગી નીવડેલ અને તેલમાં સૌથી વધુ વેચાણ જેનું છે એવા સીંગતેલના ભાવમાં આંશિક વધારો જોવા મળ્યો છે. બજારમાં ₹3050ના ભાવે સીંગતેલના ડબ્બા વેચાઈ રહ્યાં છે. 

વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે તેલના ડબ્બામાં 200 રૂપિયાનો વધારો થતા મધ્યમ વર્ગની મુશ્કેલીઓ વધી છે. અન્ય તેલ પણ હવે ₹2400થી ₹2600ની રેન્જમાં મળી રહ્યા છે. તેલના ભાવ વધારા બાદ સામાન્ય જનતા હવે સરકાર પાસે રાહતની આશા રાખી રહી છે.