VIDEO: ચાપાનેર રેલવે ફાટક પાસે ટ્રાફિકની ભારે સમસ્યા, ઓવરબ્રિજની માંગ તેજ
સોર્સ : gstv
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ચાપાનેર રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. સાવલી-હાલોલ માર્ગ પર ફાટક બંધ થતાં 3થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી જાય છે, જેના કારણે હજારો વાહનચાલકો પરેશાન થાય છે. હાલોલની કંપનીઓમાં જતા કર્મચારીઓ સહિત સ્થાનિકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે, જ્યારે તાજેતરમાં 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં અટવાતા ચિંતા વધી હતી. સ્થાનિકો વર્ષોથી ચાપાનેર રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ રાજ્ય સરકાર અને રેલવે તંત્રને વહેલી તકે ઓવરબ્રિજનું નિર્માણ શરૂ કરવાની માંગ કરી છે.

