VIDEO: ધારી નજીક રેલવે ટ્રેક પર પાંચ સિંહો આવી ચઢ્યા, લોકો પાયલોટની સતર્કતાથી ટળી દુર્ઘટના
સોર્સ : gstv
છેલ્લા કેટલાય સમયથી ગીર પંથક સહિત આસપાસના વિસ્તારોમાં સિંહોના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે આજરોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડીયા ફાટક નજીક રેલવે ટ્રેક પર 5 સિંહો આવી ચઢ્યા અને એક જ સમયે ટ્રેન આવી રહી હતી. એક સાથે 5 સિંહોના રેલવે ટ્રેક પર આંટાફેરા જોઈ ટ્રેનના ડ્રાઇવરે સમય સૂચકતાથી ટ્રેનને થંભાવી દીધી અને સરસિયા વન વિભાગ રેન્જ દ્વારા સિંહોને રેલવે ટ્રેક પરથી દૂર ખસેડતા 5 સિંહોનો આબાદ બચાવ થયો હતો. આમ વનવિભાગ અને લોકો પાયલોટની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી.

