VIDEO: આણંદ પાસે માલગાડીના ડબ્બા ઉતરી જવાની ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
સોર્સ : gstv
આણંદ નજીક ગુડ્ઝ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાની દુર્ઘટના સર્જાતા રેલવે વિભાગ દ્વારા રાહત અને પુનઃસ્થાપનની કામગીરી સઘન બનાવવામાં આવી છે. ડીઆરએમ રાજુ ભડકે ઘટનાસ્થળે રૂબરૂ પહોંચી ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરી હતી. રેલવે ટ્રેકને વહેલી તકે પૂર્વવત કરવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજીને વિશેષ સૂચનાઓ અપાઈ છે. ક્ષતિગ્રસ્ત ડબ્બાઓને હટાવવા માટે ખાસ આયોજન કરાયું છે, જેમાં ભારે નુકસાન પામેલા ડબ્બાઓને કાપીને ખસેડવાની ત્વરિત તૈયારીઓ હાથ ધરાઈ છે. ક્રેન સરળતાથી પહોંચી શકે તે માટે વિશેષ માર્ગ બનાવાયો છે, જેથી અમદાવાદ-મુંબઈ મુખ્ય રૂટ પર લાંબી અસર ન થાય.

