VIDEO: વાઘોડિયામાં ભવ્ય મહારક્ષાબંધન ઉત્સવ યોજાયો: હજારો બહેનોએ ધારાસભ્યને બાંધી રાખડી
સોર્સ : gstv
વડોદરાના વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પાંચમા મહારક્ષાબંધન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉત્સાહભેર જોડાઈ હતી. આ પ્રસંગે હજારો બહેનોએ ધારાસભ્યને ભાઈ બનાવીને પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી અને તેમના હંમેશા વિજયની કામના કરી હતી. બહેનોએ ભાઈની રક્ષા અને વિજયનો સંકલ્પ પણ લીધો હતો. આ ભવ્ય પર્વની ઉજવણીથી સમગ્ર વાઘોડિયામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

