VIDEO: વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી, જાણો પ્રમુખ-ઉપપ્રમુખના નામ
સોર્સ : gstv
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે મહિલા OBC સીટ અનામત હોવાથી અનેક નામોની ચર્ચા વચ્ચે આખરે જ્યોત્સનાબેન રબારીની પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
ઉપપ્રમુખ તરીકે કમલેશ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલા, શાસક પક્ષના નેતા તરીકે રાકેશ ઠાકોર અને દંડક તરીકે મનીષા પરમારની પસંદગી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે નવા નિયુક્ત તમામ પાંચેય પ્રતિનિધિઓ પ્રથમ વખત જિલ્લા પંચાયતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

