VIDEO : Vadodaraમાં બિલ્ડરે ખેડૂત સાથે છેતરપિંડી કર્યાનો આક્ષેપ, પરિવારે આત્મ વિલોપનની ઉચ્ચારી ચીમકી
વડોદરાના સમા રોડમાં બિલ્ડરે ખેડૂત સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે ખેડૂત પરિવારે બિલ્ડરના ઘરે પહોંચીને આત્મ વિલોપિનની ચીમકી ઉચ્ચારી હતી..જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખેડૂત હિંમત સોલંકીના પુત્રએ આક્ષેપ લગાવ્યો છે કે, વર્ષ 1999 માં તેમની દુમાડ રોડ પર આવેલી જમીન દિલીપ પટેલને વેચાણથી આપેલી. તે જમીન દિલીપ પટેલે સમા રોડ પર રહેતા રોહિત પટેલને 2019મા વેચાણથી આપી હતી. જેની તમામ દસ્તાવેજ સહિતની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જોકે આ સમય દરમિયાન હિંમત સોલંકીનું ચાર વર્ષ બાદ અવસાન થતા બિલ્ડરે જમીનના રૂપિયા ન આપીને હાથ અધ્ધર કર્યા છે. જકો બિલ્ડરે તમામ કાર્યવાહી હિંમત સોલંકી સાથે મળીને પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો છે. તેમજ આ જમીન પેટે તમામ નાણાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બિલ્ડર રોહિત પટેલના પુત્ર સાગરે આક્ષેપ લગાવ્યો છે કે વધુ નાણા ખંખેરવા માટે આ આત્મ વિલોપનની ચીમકી જેવો કારસો રચાઈ રહ્યો છે.

