VIDEO: વાઘોડિયાના માડોધર રોડ પર ચાલી રહેલા RCC રોડના કામમાં ગેરરીતિના આક્ષેપ, મસમોટી તિરાડો પડતાં સ્થાનિકોમાં રોષ
સોર્સ : gstv
વડોદરાના વાઘોડિયા ખાતે માડોધર રોડ પર ચાલી રહેલા RCC રોડના કામમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. આશરે 3.66 કરોડ રૂપિયાના ખર્ચે બનતા રોડમાં કામગીરી દરમિયાન જ મસમોટી તિરાડો પડતાં ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. હજી રોડ પર વાહન વ્યવહાર શરૂ પણ થયો નથી ત્યાં તૂટફૂટ શરૂ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોડના કામમાં હલકી ગુણવત્તાવાળું મટેરીયલ વપરાયું હોવાની પણ ચર્ચા છે.
સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપ કર્યા છે. ત્રણ દિવસ પહેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્થળ મુલાકાત લઈ ગુણવત્તાયુક્ત કામગીરીની સૂચના આપી હતી છતાં સ્થિતિ યથાવત હોવાનું સામે આવ્યું છે.

