Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Shocking incidents have come to light regarding the quality of food in Vadodara city.

VIDEO: વડોદરા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને સામે આવ્યા ચોંકાવનારા બનાવો

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને ચોંકાવનારા બનાવો સામે આવતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં નાસ્તામાંથી જીવાત મળી આવતા ફૂડ સેફ્ટી પર ગંભીર સવાલો ઉભા થયા છે.

App Store

વાડી ચોખંડી વિસ્તારમાં સમોસામાંથી વંદો મળી આવ્યો હતો, જ્યારે સુભાનપુરા વિસ્તારમાં પણ સમોસામાંથી જીવાત નીકળ્યાની ઘટના સામે આવી છે. રૂપિયા ખર્ચીને બહારનું ખાવા જતા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. શહેરમાં ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ પર પાલિકાની ફૂડ શાખાની દેખરેખ માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાની ચર્ચા છે.