Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Former Sarpanch complaint on illegal sand mining in Mahisagar river

VIDEO: સાવલી નજીક મહીસાગર નદીમાં ગેરકાયદે રેતી ખનન મુદ્દે પૂર્વ સરપંચનું આવેદન, ખાણ ખનીજ વિભાગ પર કર્યા ગંભીર આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના સાવલી તાલુકામાં મહીસાગર નદીમાંથી રાત-દિવસ ચાલતા ગેરકાયદે રેતી ખનન મુદ્દે ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રણાએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. ખનીજ માફિયાઓ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મિલીભગત તેમજ સ્થાનિક નેતાગીરીના આશીર્વાદથી આ પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ખનીજ માફિયાઓને લઈને ભાદરવા અને પરથમપુરા પંથકના નાગરિકોમાં ભારે રોષ છે.

App Store

અગાઉ નદીના ઊંડા ખાડામાં ડૂબી જવાથી અનેક માસુમોના મોત થયા છે, ત્યારે આ ખનનથી 50થી વધુ ગામોના ભૂગર્ભ જળ પ્રદૂષિત થતાં ખેતી અને પીવાના પાણી પર ગંભીર અસર પડી છે. જો સરકાર આ ગેરકાયદે ખનન સામે તાત્કાલિક કડક પગલાં નહીં ભરે તો આગામી સમયમાં "માં મહી બચાવો" અભિયાન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.