VIDEO: વડોદરા / ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા રામભરોસે! મહિલા વોર્ડમાં જીવલેણ હાલતમાં લટકી રહ્યા છે પંખા
સોર્સ : gstv
વડોદરાની ગોત્રી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા રામભરોસે હોય તેવી ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના મહિલા વોર્ડમાં ગમે ત્યારે તૂટી પડે તેવી જીવલેણ હાલતમાં લટકી રહેલા પંખાઓના દ્રશ્યો સામે આવતા દર્દીઓમાં ભારે ભયનો માહોલ છવાયો છે. વહીવટી તંત્ર દ્વારા ઉનાળાની ગરમીમાં ઠંડક આપવા માટે લાખોના ખર્ચે એર કુલર લગાવવાના મોટા-મોટા દાવા કરાયા છે, પરંતુ વાસ્તવિકતામાં એર કુલર માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. વોર્ડમાં કેટલાક પંખાઓ માત્ર પાતળા વાયરના સહારે જોખમી રીતે લટકી રહ્યા હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા સેવાઈ રહી છે. હોસ્પિટલ તંત્રની આ ખુલ્લી બેદરકારીથી ગંભીર સવાલો ઉઠ્યા છે કે જો કોઈ દર્દી પર આ પંખો પડશે અને અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ?

