VIDEO: વડોદરાના સાવલી કોર્ટ પરિસરમાં મોટર રિપેરિંગ દરમિયાન વીજકરંટ લાગતાં વૃદ્ધનું નીપજ્યું મોત
સોર્સ : gstv
વડોદરાનાસાવલી કોર્ટ પરિસરના પાછલા ભાગે ઇલેક્ટ્રિક મોટર રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજકરંટ લાગતાં રમણભાઈ ઠાકોર નામના વૃદ્ધનું કરૂણ મોત નીપજ્યું છે. રમણભાઈ વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન હતા અને ઘટના સમયે પાણીની મોટર રિપેર કરી રહ્યા હતા ત્યારે જ તેમને અચાનક ચોંટી જતાં વીજકરંટ લાગ્યો હતો.બનાવની જાણ થતાં જ સાવલી પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સાવલી સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. મામલાની જાણ થતાં જ પરિજનો હોસ્પિટલ ખાતે ઘસી આવ્યા હતા, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

