VIDEO: ડ્રોન સર્વેલન્સથી ગુજસીટોકના ત્રણ આરોપીઓ ઝડપાયા
સોર્સ : gstv
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકના આરોપી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. ખોડિયારનગર વિસ્તારમાં આરોપીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદથી તેમનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું. ત્યારબાદ દરોડો પાડી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી સોનાચાંદીના દાગીના સહિત સાડા ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ અને બે હોન્ડા સાઇન બાઈક જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીથી છ ઘરફોડ ચોરી અને એક વાહનચોરી મળી કુલ સાત ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જ્યારે ગુરુમુખસિંગ બાવરી 17 જેટલા ગુનાઓમાં નાસતો ફરતો હોવાનું સામે આવ્યું છે.

