VIDEO: વડોદરા કમાટીબાગ ઝૂમાં સફેદ વાઘણ રાધાના ત્રણેય બચ્ચાંનાં મોતથી નિરાશા
સોર્સ : gstv
વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘના ત્રણ બચ્ચાંનાં મોતથી નિરાશા ફેલાઈ છે. ડિસેમ્બર 2025માં રાજકોટ ઝૂથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સફેદ વાઘની યુવાન જોડી લાવવામાં આવી હતી. જેમાં માદા વાઘણ રાધાએ 9 એપ્રિલ 2026ના રોજ પ્રથમ વખત ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો હતો. જોકે, જન્મ સમયે જ એક બચ્ચું મૃત હતું. રાધા પૂરતું દૂધ ન પીવડાવતી હોવાથી બાકીના બે બચ્ચાંને ઇન્ક્યુબેટરમાં રાખી ફોર્મ્યુલા મિલ્કથી હેન્ડ રિયરિંગ કરવામાં આવ્યું હતું. જન્મના ત્રીજા દિવસે બીજા બચ્ચાનું પણ મૃત્યુ થયું હતું. જ્યારે ત્રીજું બચ્ચું 21 દિવસ સુધી સ્વસ્થ રહ્યું બાદ અચાનક કિડની ફેલિયરના કારણે મૃત્યુ પામ્યું હતું. ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી.

