VIDEO: વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવથી ઉજવણી
સોર્સ : gstv
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીને લઈને વહેલી સાંજથી જ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. રાત્રિના બાર વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. કાનાના જન્મ સાથે જ મંદિર પરિસર ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. જન્મોત્સવ પ્રસંગે ભગવાનના બાળ સ્વરૂપની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ પંચામૃત અને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. ભગવાનના દિવ્ય શણગાર અને પૂજાના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. સમગ્ર મંદિર પરિસર કૃષ્ણનામ અને ભક્તિના રંગે રંગાયું હતું.

