VIDEO: વડોદરાના વેમાલીમાં નર્મદા કેનાલ છતાં પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન
સોર્સ : gstv
વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને સફાઈ અને રંગરોગાનની કામગીરી તેજ બની છે. ત્યારે વેમાલી ગામમાં તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. વર્ષ 2020માં વડોદરા મહાનગરપાલિકામાં સમાવાયેલા વેમાલીમાં આજે પણ પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપો છે. સામાજિક કાર્યકર કમલેશ પરમારે વેમાલી તળાવ પાસે આંદોલનની ચીમકી આપી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કરોડોના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાયું હોવા છતાં ગંદકી અને કચરો જોવા મળે છે. બીજી તરફ નજીકથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી વેડફાઈ રહ્યું હોવાનો આક્ષેપ છે. પાણીની સમસ્યાને કારણે રહીશોને મોંઘા ભાવે ટેન્કર મંગાવવાની ફરજ પડે છે. સ્થાનિકોએ બ્યુટિફિકેશનના ખર્ચની તપાસ અને પાણીનો યોગ્ય ઉપયોગ કરવાની માંગ કરી છે.

