VIDEO: વડોદરાના રાવપુરામાં બંધ કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી
સોર્સ : gstv
વડોદરાના રાવપુરા વિસ્તારમાં પ્રાદેશિક માહિતી કચેરી પાસે બંધ પડી રહેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. કારમાંથી પહેલા ધુમાડો નીકળ્યો હતો અને ત્યારબાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કારમાં આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગની ઘટનામાં કારને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

