VIDEO: વડોદરામાં વડાપ્રધાનના આગમન પૂર્વે વિકસિત ભારત યાત્રા યોજાઈ: મંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
સોર્સ : gstv
વડોદરામાં બદામડી વિસ્તારથી ટેક્નોલોજી ફેકલ્ટી સુધી વિકસિત ભારત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું... આ યાત્રામાં મંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યો, કોર્પોરેટરો, વહીવટી તંત્રના અધિકારીઓ અને સફાઈ કામદારો ઉત્સાહભેર જોડાયા હતા…વડાપ્રધાન મોદીની આગામી વડોદરા મુલાકાતના એક દિવસ અગાઉ યોજાયેલી આ યાત્રાને રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે…. યાત્રા દરમિયાન સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો, જેને લઈને શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

