VIDEO: વડોદરામાં વાઘોડિયા રોડ પર બેફામ બાઈક ચાલકે રાહદારીઓને અડફેટે લીધા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સોર્સ : gstv
વડોદરાના વાઘોડિયા રોડ પર મહેશ કોમ્પ્લેક્સથી કાલા દર્શન ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના CCTV વીડિયો પણ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ત્રણ સવારી સાથે બેફામ ઝડપે બાઈક હંકારતા ચાલકે પગપાળા જઈ રહેલા બે રાહદારીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બંને રાહદારીઓને ઈજા પહોંચી હતી, જેમાંથી એક રાહદારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ બાઈકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે બેફામ ઝડપે અને ત્રણ સવારી સાથે વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા લોકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

