VIDEO: વડોદરામાં એલ જ્વેલર્સ પર આઈટી અને જીએસટીના દરોડા
સોર્સ : gstv
વડોદરાના અલકાપુરી અને દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જાણીતા 'એલ જ્વેલર્સ'ના શોરૂમ પર વહેલી સવારથી જ આઈટી અને જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અન્ય તપાસ એજન્સીઓ પણ આ કાર્યવાહીમાં જોડાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અચાનક પડેલા આ દરોડાને કારણે શહેરના મોટા જ્વેલર્સમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓ દ્વારા શોરૂમની અંદર બિલિંગની નકલો, હાર્ડ ડિસ્ક તેમજ અન્ય મહત્ત્વની સામગ્રીઓ જપ્ત કરીને ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

