VIDEO: PM મોદીના આગમન પહેલાં વડોદરામાં સ્વચ્છતા અભિયાન
સોર્સ : gstv
વડોદરામાં PM નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેરમાં સાત દિવસીય સ્વચ્છતા અને જનસેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા PM મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા પ્રયાસો શરૂ કરાયા છે. આ સમગ્ર કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

