VIDEO: વડોદરામાં વારસિયામાં ગંદકી વચ્ચે બનતી પાણીપુરીનો નાશ: મનપા ટીમ સાથે ઘર્ષણ
સોર્સ : gstv
વડોદરાના વારસિયા વિસ્તારમાં સરસિયા તળાવ કિનારે આવેલી નરસિંહજીની ટેકરી ખાતેથી અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં બનાવવામાં આવતી પાણીપુરીની પુરીઓનો મોટો જથ્થો ઝડપાયો છે. ચોક્કસ બાતમીના આધારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય, દબાણ અને સેનેટરી વિભાગની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અત્યંત ગંદકી વચ્ચે તૈયાર થતી પુરીઓ અને સડેલા બટાકાનો જથ્થો મળી આવતા અધિકારીઓએ સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો અને દંડ ફટકાર્યો હતો. મનપાની આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક વેપારીઓ અને પરિવારજનોએ ભારે હોબાળો મચાવી અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ કર્યું હતું. વિરોધ વચ્ચે પણ પાલિકાની ટીમે કડક હાથે કામગીરી પૂર્ણ કરી હતી.

