Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Death pit hidden in rainwater in Vadodara! Think 100 times before passing through Vemardi village road in Karajan

VIDEO: વડોદરામાં વરસાદી પાણીમાં છુપાયા મોતના ખાડા! કરજણના વેમારડી ગામના રસ્તેથી પસાર થતાં પહેલાં 100 વાર વિચારજો

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા જિલ્લાના કરજણ ખાતે નેશનલ હાઇવે નંબર-48 પરથી ધાવટ ચોકડી તરફ જતા મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બનતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંદાજે ત્રણ કિલોમીટર સુધીના આ માર્ગ પર ચારેય તરફ મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેના કારણે દૈનિક અવરજવર કરતા હજારો વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

App Store

ખાસ કરીને કરજણથી ડભોઇ તરફ વેમારડી ગામ સુધીનો માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પરના ઊંડા ખાડાઓને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી આ ખાડાઓમાં ભરાઈ જતાં વાહનચાલકોને તેની ઊંડાઈનો સાચો અંદાજ આવતો નથી, જેથી ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે સ્લિપ થઈ જવાનું જોખમ વધી ગયું છે.

આ ઉપરાંત, બિસ્માર રસ્તાના કારણે ભારે વાહનો અત્યંત ધીમી ગતિએ ચાલતા હોવાથી આ માર્ગ પર વારંવાર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે. તંત્ર દ્વારા સમારકામ ન કરાતાં આખરે કંટાળેલા સ્થાનિકોએ જાગૃતિ દાખવીને લોકોને અકસ્માતથી બચાવવા ખાડાઓ પાસે જૂના ટાયરો અને સંકેતો મૂકીને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો છે.

સ્થાનિક રહીશો અને વાહનચાલકોનો આક્ષેપ છે કે ચોમાસાની ઋતુમાં તંત્ર દ્વારા માર્ગની યોગ્ય મરામત કરવામાં આવી નથી, જેના કારણે પ્રજાનો જીવ જોખમમાં મુકાયો છે. સ્થાનિકોએ વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી છે કે આ 3 કિલોમીટરના રસ્તાનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે જેથી વાહનચાલકોને સુરક્ષિત અવરજવર મળી રહે.