Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Congress' election manifesto released from the banks of Vishwamitri river in Vadodara

Vadodaraમાં વિશ્વામિત્રી નદીના કિનારેથી કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર, જાણો કયા મુદ્દાઓને અપાઈ પ્રાથમિકતા

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Vadodaraમાં વિશ્વામિત્રી નદીના કિનારેથી કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર, જાણો કયા મુદ્દાઓને અપાઈ પ્રાથમિકતા
સોર્સ : GSTV

વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. શહેર કોંગ્રેસ સમિતિએ વિશ્વામિત્રી નદીના કિનારેથી પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરવા હુંકાર કર્યો છે. કોંગ્રેસે આ ઢંઢેરામાં શુદ્ધ પાણી, સફાઈ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ પર ખાસ ભાર મૂક્યો છે.

App Store

 મતદારોને રીઝવવા કોંગ્રેસે પ્લાન રજૂ કર્યો

સ્માર્ટ વડોદરાના વિઝન સાથે મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે સુલભ સિટી બસ સેવા તેમજ વિશ્વામિત્રીના શુદ્ધિકરણનું મહત્વનું વચન અપાયું છે. શહેરી ગરીબો માટે આવાસ અને પર્યાવરણની જાળવણી જેવા મુદ્દાઓ સાથે કોંગ્રેસે મતદારોને રીઝવવા માસ્ટર પ્લાન રજૂ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે વડોદરાની જનતા આ 'વચન પત્ર' પર કેટલો વિશ્વાસ મૂકે છે.

વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ જેવા મુદ્દાઓને અપાઈ પ્રાથમિકતા

 કોંગ્રેસે વચન આપ્યું છે કે “સ્માર્ટ વડોદરા”ના વિઝન સાથે રસ્તાઓનું નવીનીકરણ અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. મહિલાઓ, સિનિયર સિટિઝન્સ અને વિદ્યાર્થીઓ માટે સિટી બસ સેવા વધુ સુલભ બનાવવાની પણ યોજના છે. આ ઉપરાંત, શહેરી ગરીબો માટે આધુનિક આવાસ યોજના, કોમ્યુનિટી હોલ અને ટાઉનહોલના વિકાસ, તેમજ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની વાત પણ ઢંઢેરામાં કરવામાં આવી છે. પર્યાવરણ સુરક્ષા માટે ગ્રીન કવર વધારવા અને વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ જેવા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ રીતે કોંગ્રેસે શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખીને પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો છે.