VIDEO: ડભોઇના ભીલાપુરમાં ભાજપના બે જૂથો વચ્ચે મારામારી, અનેક લોકો ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
વડોદરાના ડભોઇ તાલુકાના ભીલાપુર ગામે ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ અને સસ્તા અનાજની દુકાનના સમર્થકો સામસામે આવી ગયા હતા. મળતી માહિતી મુજબ, ફેસબુક પર કરવામાં આવેલી કોમેન્ટના મુદ્દે બંને જૂથો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલના પેજ પર કરવામાં આવેલી કોમેન્ટને લઈને વિવાદ વકર્યો હોવાની ચર્ચા છે. ઘટનામાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બંને જૂથો વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત ચાલી રહી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

