Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Trio of women arrested for snatching mangalsutra from woman's neck

VIDEO: ડભોઇના તીર્થક્ષેત્ર કરનાળીમાં મહિલાના ગળામાંથી મંગળસૂત્ર સેરવી લેનાર મહિલા ત્રિપુટી ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના  ડભોઇના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે, અષાઢવદ અમાસના ગુરુવારે મહાકાળી માતાના દર્શન માટે ઉમટેલી ભીડ વચ્ચે એક શ્રદ્ધાળુ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ચોરીની ઘટના બની હતી. શ્રદ્ધાળુ મહિલા, ડભોઇ તાલુકાના સાઠોદ ગામના રહેવાસી જ્યોત્સનાબેન પાટણવાડીયા, તેમના પતિ લલિત ચંદ્ર સાથે કરનાળીના નર્મદા કિનારે આવેલા મહાકાળી માતાના મંદિરે દર્શન માટે ગયા હતા.

App Store

ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

દર્શન દરમિયાન તેમના ગળામાંથી મંગળસૂત્ર ગુમ થયું હતું. જ્યોત્સનાબેન અને તેમના પતિએ મંદિરમાં શોધખોળ કરી, પરંતુ મંગળસૂત્ર ન મળતાં તેમણે ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ચાંદોદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી. ફૂટેજમાં બહાર આવ્યું કે ત્રણ ઉઠાઈગીર મહિલાઓએ એકબીજાની મદદથી જ્યોત્સનાબેનના ગળામાંથી મંગળસૂત્ર તોડી લીધું હતું