VIDEO: કોંગ્રેસના નેતા અને ડભોઇના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે વિવિધ વિસ્તારોમાં સભાઓ સંબોધી
સોર્સ : gstv
ડભોઇ માં તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. કોંગ્રેસના નેતા અને ડભોઇના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે વિવિધ વિસ્તારોમાં સભાઓ સંબોધી હતી. તાલુકામાં સિદ્ધાર્થ પટેલ પ્રચારમાં સક્રિય બનતા કાર્યકર્તાઓ અને ઉમેદવારોમાં નવો પ્રાણ ફૂંકાયો. સિદ્ધાર્થ પટેલે સાઠોદ ગામમાં સભા સંબોધીને કહ્યું કે આ ચૂંટણી અધિકારની લડાઈ છે. તેમણે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નામ લીધા વિના કહ્યું કે અહીં ડર, ભય અને દબાણથી અધિકારને છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ડભોઇમાં ફોર્મ ખેંચવા બાબતે કોંગ્રેસ ભાજપ વચ્ચે થયેલી ઝપાઝપી બાદ બિનજરૂરી આક્ષેપો કરી કાર્યકર્તા અને ઉમેદવારો વિરુદ્ધ ફરિયાદ કરાઇ છે તે લોકશાહીનું અપમાન છે.

