Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Car crashes into back of ST bus on expressway

Vadodara નજીક એક્સપ્રેસ વે પર કાર ST બસની પાછળ ધડાકાભેર અથડાઈ, અકસ્માતમાં સુરત SOGના હેડ કોન્સ્ટેબલનું મોત

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
Vadodara નજીક એક્સપ્રેસ વે પર કાર ST બસની પાછળ ધડાકાભેર અથડાઈ, અકસ્માતમાં સુરત SOGના હેડ કોન્સ્ટેબલનું મોત
સોર્સ : GSTV

સુરત જિલ્લા પોલીસ વિભાગ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરાના પાદરા નજીક એક્સપ્રેસ વે પર સર્જાયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG) ના હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. આ સમાચાર મળતા જ સુરત જિલ્લા પોલીસ બેડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

App Store

મળતી માહિતી અનુસાર, પાદરા નજીક એક્સપ્રેસ વે પર એક કાર એસ.ટી. (ST) બસની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર હેડ કોન્સ્ટેબલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ જીવલેણ હોવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મૃતક પોલીસ જવાનના પરિવાર પર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, હજુ માત્ર બે મહિના પહેલા જ તેમના પિતાનું નિધન થયું હતું, અને હવે ઘરના મોભી સમાન પુત્રના અકાળ અવસાનથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.