VIDEO: ભાઈ જ બન્યો ભાઈનો કાળ, વડોદરાના સમા રોડ પર મકાનના વિવાદમાં નાના ભાઈની કમનસીબ હત્યા!
સોર્સ : GSTV
વડોદરાના સમા રોડ પર આવેલા સુરજનગરમાં મકાનના નાણાંની બાબતે થયેલા પારિવારિક વિવાદે કરુણ વળાંક લીધો છે. ગત ૨૯મી તારીખે મોટા ભાઈ શંકરભાઈ અને તેમના પુત્રએ મકાનની લેવડદેવડના ઝઘડામાં નાના ભાઈ ગોવિંદભાઈ પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ગંભીર રીતે ઘવાયેલા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ગોવિંદભાઈનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં કરુણ મોત નીપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારના મોભીના અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી, હત્યાની કલમો ઉમેરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

