Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Asphalt tanker burst into flames

Vadodara: ડામરનું ટેન્કર ફાટતાં આગ લાગી, દુર્ઘટનામાં ત્રણ શ્રમિકના મોત

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Vadodara: ડામરનું ટેન્કર ફાટતાં આગ લાગી, દુર્ઘટનામાં ત્રણ શ્રમિકના મોત
સોર્સ : GSTV

વડોદરાના સાવલી તાલુકામાં ડામરની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ડામરનું ટેન્કર ફાટતાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક, ક્લીનર અને મજૂર સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

App Store

ટેન્કર બ્લાસ્ટ થતાં ત્રણના મોત

મળતી માહિતી મુજબ, સાવલી તાલુકાના ભાદરવા-સાકરદા રોડ પર આવેલા મોક્સી ગામ પાસેની રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં જામ થયેલા ડામરને કાઢતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જામ થયેલા ડામરને નીકાળવા માટે ટેન્કરને ગરમ કર્યું હતું. જોકે, ટેન્કરને ગરમ કરતી વખતે ટેન્કરનું ઢાંકણું ખોલવાનું રહી જતાં ગેસના પ્રેશરથી ટેન્કર ફાટ્યું હતું.

સમગ્ર ઘટનામાં વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. ટેન્કર બ્લાસ્ટ થતાં અને આગની બનાવમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.