Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : A young man became unconscious after bitten by a rat

Vadodaraનો વિચિત્ર કિસ્સો! ઉંદર કરડતા યુવક થયો બેભાન, સારવાર દરમિયાન મોત

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Vadodaraનો વિચિત્ર કિસ્સો! ઉંદર કરડતા યુવક થયો બેભાન, સારવાર દરમિયાન મોત
સોર્સ : GSTV

Vadodara News: વડોદરામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. વડોદરામાંથી માનવામાં આવી શકે તેવી અજીબો ગરીબ ઘટના સામે આવી રહી છે જમાં ઉંદર કરડવાથી યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. સંદીપ મોરે નામના યુવકને માથામાં અને પગમાં ઉંદર કરડી જતા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

App Store

મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના સલાટ વાડા રહેતા યુવક સાથે આ ઘટના બની હતી. સંદીપભાઈ મોરેને તેના ઘરમાં રાત્રીના સૂતો હતો ત્યારે માથામાં અને ડાબા પગમાં ઉંદર કરડી જતા તે બેભાન થઈ ગયો હતો. બેભાન અવસ્થામાં સારવાર માટે એસએસસી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતો. જ્યાં સારવાર દરમિયાન સંદીપ મોરેનું મોત થયું હતું. કારેલીબાગ પોલીસ દ્વારા આ વિચિત્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.