VIDEO: સુરતની ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોલેજ કેન્ટીનોમાં મોટા પાયે ચેકિંગ હાથ ધરાયું
સોર્સ : gstv
સુરતમાં બનેલી ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી શહેરની ૧૭ સરકારી, અર્ધ-સરકારી અને પ્રાઈવેટ કોલેજોની કેન્ટીનોમાં અચાનક ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન ૮ કેન્ટીનોમાં અત્યંત અનહાઇજેનિક પરિસ્થિતિ જોવા મળી હતી, જ્યારે લાયસન્સ વગર ધમધમતી કેટલીક કેન્ટીનોને તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્થળ પર જ ૨૫ કિલોગ્રામ જેટલી અખાદ્ય અને વાસી ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. એમ.એસ. યુનિવર્સિટી, જીમેર્સ અને સમરસ ગર્લ્સ હોસ્ટેલ સહિતની મુખ્ય સંસ્થાઓની કેન્ટીનોને શિડ્યુલ ૪ હેઠળ નોટિસો ફટકારવામાં આવી છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ કેન્ટીન સંચાલકો સામે વી.એમ.સી. ની આ કડક કાર્યવાહીથી સમગ્ર શૈક્ષણિક જગતમાં ભારે હડકંપ મચી ગયો છે.

