VIDEO: સુરતની શ્યામ સંગીની માર્કેટમાં પાંચ કલાક બાદ પણ આગ સંપૂર્ણ કાબૂમાં નહીં
સોર્સ : gstv
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગનું ભયાનક સ્વરૂપ સામે આવ્યું છે. આગ લાગ્યાને પાંચ કલાક બાદ પણ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી, જોકે આગને થોડી અંશે કાબૂમાં લેવામાં ફાયર વિભાગને સફળતા મળી છે. માર્કેટના છઠ્ઠા માળે લાગેલી આગના કારણે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી હતી. આગના કારણે પેસેજમાં મુકવામાં આવેલો મોટી માત્રામાં માલસામાન પણ બળીને ખાખ થઈ ગયો છે. ઘટનાના સામે આવેલા દૃશ્યોમાં આગથી થયેલા નુકસાનનો અંદાજ લગાવી શકાય છે. આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. માર્કેટમાં માલસામાન ભરેલો હોવાથી ફાયર વિભાગના જવાનોને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

