VIDEO: સુરતની શ્યામ સંગિની માર્કેટમાં લાગેલી આગ 17 કલાક બાદ પણ બેકાબૂ,વેપારીઓમાં ચિંતાનો માહોલ
સુરતની શ્યામ સંગિની માર્કેટમાં લાગેલી આગ પર 17 કલાક બાદ પણ સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. આગ કાબૂમાં લીધા બાદ કૂલિંગની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન ફરી આગ ભભૂકી ઉઠતા ફાયર વિભાગની ટીમો દોડતી થઈ હતી.
વેપારીઓમાં ચિંતા વધી
આગ ધીમે-ધીમે આસપાસની દુકાનો તરફ પણ ફેલાઈ રહી હોવાની માહિતી સામે આવી છે. આગ વધુ ફેલાતા વધુ 3 દુકાનો તેની ઝપેટમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે માર્કેટના વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા તેમજ વધુ દુકાનો સુધી આગ ન ફેલાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, લાંબા સમય બાદ પણ આગ સંપૂર્ણપણે કાબૂમાં ન આવતા પરિસ્થિતિને લઈને વેપારીઓમાં ચિંતા વધી છે.
કૂલિંગની કામગીરી દરમિયાન ફરી આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર વિભાગ માટે પણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવો પડકારરૂપ બન્યો છે. હાલ આગને વધુ ફેલાતી અટકાવવા અને બાકી રહેલી દુકાનોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસો ચાલુ છે.

