Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Kokroj set off on dinner plate at Samras Boys Hostel in Surat, students and ABVP protest

VIDEO: સુરતની સમરસ બોયઝ હોસ્ટેલમાં જમવાની થાળીમાંથી કોકરોચ નીકળ્યો, વિદ્યાર્થીઓ અને ABVPનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં જમવાની થાળીમાં કોકરોજ નીકળતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. ભોજનમાં કોકરોજ મળી આવતાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ તથા ABVPના કાર્યકરોએ હોસ્ટેલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

App Store

ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલ

થોડા સમય અગાઉ સુરતની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પણ જમવાની થાળીમાં ઈયળ મળી આવી હોવાની ઘટના સામે આવી હતી. હવે બોયઝ હોસ્ટેલમાં ભોજનની થાળીમાં કોકરોજ મળી આવતાં હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઉઠ્યા છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે યોગ્ય કાળજી લેવામાં આવતી નથી. વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાં તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.

વિદ્યાર્થીઓ અને ABVP દ્વારા પ્રદર્શન 

કોકરોજ મળ્યાની ઘટના બાદ વિદ્યાર્થીઓ અને ABVP દ્વારા હોસ્ટેલની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ભોજનની ગુણવત્તા સુધારવા, સ્વચ્છતા જાળવવા અને સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમરસ ગર્લ્સ હોસ્ટેલ બાદ હવે બોયઝ હોસ્ટેલમાં પણ ભોજનમાંથી જીવાત મળી આવતાં યુનિવર્સિટી અને હોસ્ટેલ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હાલ વિદ્યાર્થીઓના વિરોધ બાદ તંત્ર દ્વારા સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.