VIDEO: સુરતની કૈલાશ સ્વીટ્સની કાજુકતરીમાંથી નીકળી ફૂગ
સોર્સ : gstv
સુરતના નાનપુરા ખાતે આવેલી જાણીતી કૈલાશ સ્વીટ્સમાંથી ખરીદેલી કાજુકતરીમાંથી ફૂગ નીકળતાં મહિલા કોર્પોરેટર હીનાબેને તાત્કાલિક ફરિયાદ કરી હતી. ઘટનાને પગલે દોડતા થયેલા મનપાના આરોગ્ય વિભાગે સ્થળ તપાસ કરીને વેપારીને રૂ.5,000નો દંડ ફટકાર્યો છે અને 3 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. તહેવારો ટાણે જ જાણીતી ડેરીઓ દ્વારા ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થતાં લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે.

