VIDEO: વાહનોના કાફલા સાથે સનરૂફ બહાર નીકળી રીલ બનાવતા સોશિયલ મીડિયા સ્ટાર વિવાદમાં
સોર્સ : gstv
વડોદરામાં સોશિયલ મીડિયા સ્ટાર હિમાની માસીબાનો રોડ પર કારના કાફલા સાથે રીલ બનાવતો વિડીયો વાયરલ થતાં નવો વિવાદ સર્જાયો છે. જાહેર રસ્તા પર વાહનોનો કાફલો લઈને ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે અને કારના સનરૂફ બહાર નીકળીને બનાવેલી આ રીલે લોકોમાં ભારે રોષ જન્માવ્યો છે. સેલિબ્રિટી કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને રોડ પર આવી રીતે નિયમો ભંગ કરવાની છૂટ કોણ આપે છે તેવા અનેક સવાલો ઉભા થયા છે. અગાઉ વડોદરા પોલીસે આવી રીલબાજી કરનારાઓ સામે કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરી છે, ત્યારે આ કિસ્સામાં પણ કાયદો તમામ માટે સરખો રાખી પોલીસ શું પગલાં લેશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

