વડોદરામાંથી ફરી 2 નકલી પોલીસ ઝડપાયા, આરોપીઓ પત્રકાર કાં તો પોલીસનો રોફ મારી પૈસા પડાવતા

સમગ્ર ગુજરાતમાંથી નકલી પોલીસ, નકલી ડોક્ટર, નકલી શિક્ષક, નકલી જજ જેવા અનેક ખોટા વ્યાવસાયિકોના પકડાવવાના કેસ યથાવતરુપે જોવા મળી રહ્યા છે. એવામાં ફરી વડોદરામાંથી બે નકલી પોલીસને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની ખોટી ઓળખ આપી યુવકને ધમકાવી વીસ હજારનો તોડ કરનાર બે યુવકોને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે.
પોલીસનો દમ મારી ફરિયાદી પાસેથી રૂપિયા ખંખેરવાનું ભારે પડ્યું
મળતી માહિતી પ્રમાણે, ફરિયાદી યુવક તરસાલી બ્રીજ નજીક ઉભો હતો ત્યારે બે યુવકોએ આવી, અમે પોલીસના માણસો છીએ, તમે અહીં શું કરો છે તેમ કહીને ધમકાવ્યા હતા. તને પોલીસ સ્ટેશન લઇ જવો પડશે તારી પૂછપરછ કરવાની છે, તેમ કહી નકલી પોલીસ એવા વિજય સિંહ રાઠોડ અને મયંક માળીએ ફરિયાદીને ધમકાવ્યો હતો.
ક્યારેક પત્રકાર તો ક્યારેક નકલી પોલીસનો રોફ મારી લોકો ડરાવતો
બંને નકલી પોલીસે યુવક પાસેથી મોબાઈલમાં દમ મારીને રૂપિયા વીસ હજાર જમા કરાવ્યા હતા. પોલીસનો રુઆબ મારીને ફરતા વિજય અને મયંક પૈકી વિજય પાસેથી બોગસ મીડિયા આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું. તે ક્યારેક પત્રકાર તો ક્યારેક નકલી પોલીસનો રોફ મારી લોકો પાસેથી પૈસા પડાવતો હતો. બંને આરોપીઓ અવારનવાર આ પ્રક્રારની પ્રવત્તિઓ સાથે મળીને કરી રહ્યા હતા. મકરપુરા પોલીસે ફરિયાદના આધારે બંનેને ઝડપી લીધા હતા. વિજય વિરુદ્ધ આગાઉ પણ મારામારી અને પ્રોહીબીશનના ગુના નોંધાઈ ચુક્યા છે.

