Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Massive fire breaks out at GIDC's private company in Savli, Vadodara

VIDEO: વડોદરાના સાવલીમાં GIDCની ખાનગી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરના જવાનોએ સંભળ્યો મોર્ચો

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2025
લાઇવ ટીવીGoogle News

ગરમીની હજુ તો શરૂઆત થઈ છે, ત્યાં ઠેકઠેકાણે આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે.  વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામ પાસે આવેલી GIDCની એક કંપનીમાં ભીષણ આગના અહેવાલ સામે આવ્યા છે.

App Store

GIDCની AMS કંપનીમાં ભયાનક આગ

GIDCની  AMS (એડવાન્સ મેડ ટેક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ) નામની ખાનગી કંપનીમાં ભયાનક આગ લાગી છે. મળતા અહેવાલ પ્રમાણે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ આગ કયા કારણોસર લાગી હજું કારણ અકબંધ

હાલ એ કારણ જાણવા મળ્યું નથી કે આ આગ કયા કારણોસર લાગી હતી. જોકે આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, અને આગને કાબુમા લેવાનો પ્રયાસ કર્યો છે. જોકે હાલ કોઈ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી.