Video: બિરસા મુંડાની પ્રતિમાનું લોકાર્પણ

મોરવા હડફ તાલુકાના સુલીયાત ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથાર તેમજ અન્ય પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના બલિદાનને યાદ કરી આદિવાસી સમાજના આગેવાનોનું સન્માન કરાયું હતું. આ ઉત્સવમાં આદિવાસી સમાજની વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ભીડ એટલી હતી કે તમામ ખુરશીઓ ભરચક થઈ ગઈ હતી. જેથી ઘણા લોકો નીચે બેસીને પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમ નિહાળતા જોવા મળ્યા હતા.
જાહેરાત






