VIDEO: અમરેલીમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા કાઢવામાં આવી, રાજકીય અને સામાજિક આગેવાનો રહ્યા ઉપસ્થિત
સોર્સ : gstv
અમરેલીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરની અંતિમયાત્રાની તૈયારીઓ વચ્ચે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આ દુઃખદ પ્રસંગે ભાજપ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી....દુઃખના આ માહોલમાં સદગતની પુત્રી જેની ઠુમ્મર ધૂસકે ધ્રુસકે રડી પડ્યા હતા....પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સાંત્વના પાઠવી હતી. અંતિમયાત્રા દરમિયાન વીરજી ઠુમ્મરના પાર્થિવ દેહને કાંધ આપવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત, પૂર્વ સાંસદ નારણ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા હતા.

