VIDEO: વ્યારા સુગરમાં શેરડીના બાકી નાણાં ન ચૂકવાતા ખેડૂતોના અચોક્કસ મુદતના ધરણા
સોર્સ : gstv
વ્યારા જિલ્લા સેવાસદન ખાતે વ્યારા સુગર મિલના ખેડૂતોએ પોતાના બાકી નીકળતા નાણાં મેળવવા માટે અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા છે. વર્ષ 2025-26ના શેરડી પાકની એફઆરપી (FRP) ચૂકવણી ન થતાં અગાઉ આવેદનપત્ર આપવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. ધરણા સ્થળે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂત આગેવાનો સાથે મળી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. આ મુદ્દે આવતીકાલે સુગર મિલના એમડી, ખેડૂત આગેવાનો અને કલેક્ટર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી બાકી નીકળતી રકમ ખાતામાં જમા નહીં થાય ત્યાં સુધી આ ધરણા પ્રદર્શન સતત ચાલુ રહેશે.

